________________
અમૃત કળશ
આવે છે એવો તેમનો અનુભવ હોય છે. આમ, અનેક અનુભવોથી સામાન્ય શરીરની સ્કૂર્તિ, હોજરીની સ્થિતિ અને વિચાર-મનન-ધ્યાન કરવાની પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલ પુરવાર થઈ છે.
સાદો, સાત્તિવક, મરી-મસાલા-તેલ વગેરે જેમાં ઓછાં હોય તેવો અને સહેલાઈથી પચે તેવો આહાર સાઘકને માટે યોગ્ય છે, બહુ ઘીવાળી, પચવામાં ભારે હોય તેવી તથા મીઠાઈ વગેરે વાનગીઓ ભોજનમાં લેવાથી પચવામાં ઘણો સમય લાગે છે. તેવી વાનગીઓ લાંબા સમય સુધી હોજરી તથા નાના આંતરડામાં રહે છે અને તે કારણથી પેટ પણ ઘણા કલાકો સુધી ભારે રહે છે. આમ, ભારે આહાર લીધા પછી સ્વાધ્યાય-ધ્યાનની પ્રવૃત્તિ એકાગ્રતાથી કે સફળતાપૂર્વક થઈ શકતી નથી.
સામાન્ય સાધકને માટે ખોરાક જેટલો સાદો હશે તેટલું મિતાહારીપણું જાળવવામાં સરળતા પડશે. બહુ સ્વાદિષ્ટ અને પોતાને ભાવતો ખોરાક હોય તો ઘણુંખરૂં મિતાહારીપણું જાળવવું મુશ્કેલ પડે છે અને દબાવીને જમવાનું બની જાય છે.
દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દૂધ-દહીં-છાશ, મગ મઠ વગેરે કઠોળ, કાંજી, ઉપમા, લીલાં શાકભાજી, ફળ વગેરે ભોજનની એવી વાનગીઓ છે કે જે સ્વાદાયક હોવાથી પૌષ્ટિક છે, સાદી હોવાથી રસના ઈન્દ્રિયને ઉત્તેજિત કરતી નથી અને પચવામાં હલકી હોવાથી બે • મેળવવું નીતિથી, ભોગવવું રીતિથી અને સેવામાં વાપરવું |
પ્રીતિથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org