________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
તેમણે પોતાની એક નવલકથામાં 'વંદે માતરમ્નું કાવ્ય લખ્યું હતું. નવલકથાના વસ્તુને અમુક અંશે અનુલક્ષીને કાવ્ય લખાયું હતું અને તેથી એમના કેટલાક મિત્રોને એ કાવ્ય ખાસ પ્રભાવિત કરી શક્યું નહોતું એમની સાહિત્યપ્રેમી પુત્રીને પણ એ કાવ્ય પરત્વે વિશેષ શ્રદ્ધા હતી નહિ.
-
એક વાર તે બંકિમચંદ્ર પાસે બેઠી હતી. બંકિમચંદ્રની તબિયત સારી નહોતી. એમનું શરીર નંખાઈ ગયું હતું. રોગનું જોર વધ્યું હતું, અને એમ લાગતું હતું કે થોડા દિવસ હવે તે માંડ કાઢશે. આવી તબિયત રહેતી હોવા છતાં એમનો સાહિત્ય શોખ જરાયે ઘટયો નહોતો.
પોતાની પાસે બેઠેલી પોતાની પુત્રી સાથે પણ અત્યારે બીજી વાતો છોડીને તેઓ સાહિત્યની વાતોએ વળગ્યા હતા.
૧૨૧
એ વાતો દરમિયાન પુત્રીએ પિતાને પૂછ્યું : પિતાજી, તમારું ‘વંદે માતરમ્'વાળું ગીત ઘણા માણસોને ગમતું નથી.
પિતાએ પુત્રીની સામે ષ્ટિ કરી.
તેમણે જરા ઉધરસ ખાઈને પુત્રીને પૂછ્યું : 'તને એ ગમે છે કે નહિ? પુત્રી બોલી : 'મને ગમે એથી શું ?
શ્રદ્ધાવાન પિતાએ કહ્યું : બેટી, મને એ કાવ્ય પર એટલી બધી શ્રદ્ધા છે કે એક વેળા એ કાવ્ય સર્વ હિંદીઓની આંખો ખોલી નાખશે. એકેએક ધેર એ કાવ્યનો ગુંજારવ થશે. મને આમાં લેશ પણ શંકા નથી. તું નિશ્ચિંત રહે.'
કેવી ગજબની આત્મશ્રદ્ધા !
આજે એમની એ શ્રદ્ધાનો સાક્ષાત્કાર આપણે જોઈ શકીએ છીએ.
¤
માણસના પરસ્પર વિરોધી ખ્યાલો જ તેના નૂરને હણી જાય છે.
Jain Edu on International
For Private & Personal Use Only
www.jainelibrary.org