________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
ભેદન, છેદન, નિર્ધનતા, અંગરહિતપણું, જ્ઞાનની ન્યૂનતા વગેરે અનેક દુ:ખો પરવશે તેમને વેઠવાં પડે છે. આવાં દુ:ખોથી તેઓ કાયમને માટે છૂટી જાય તે અર્થે જરૂરી એવો આત્મજ્ઞાન અને આત્મસંયમનો માર્ગ તેઓ જગતના જીવોને પરમ કરૂણાબુદ્ધિથી પ્રેરિત થઈને આપે છે અને જગતઉદ્ધારક, તરણતારણ, અધમ-ઉદ્ધારક, પતિતપાવનના સાચા બિરૂદને પામે છે. નમસ્કાર હો તે આત્મજ્ઞ સંતોના ચરણકમળને વિશે !
x
૩૫
પોતાથી અધિક ગુણવાન પુરૂષોના લૌકિક અને લોકોત્તર ગુણોની ઓળખાણ કરી, બહુમાન કરી આપણા ચિત્તમાં તેમના પ્રત્યે પ્રશસ્તભાવ ઉપજાવવો તેને ભક્તિ કહીએ. ગુણીજનોના ગુણો પ્રત્યે આકર્ષણ થવાથી તેમના આદર, સત્કાર, વિનય, બહુમાન, સેવાશુશ્રુષા, પૂજન, કીર્તન, ગુણસ્તવન આદિ કરવાં અને તે દ્વારા ક્રમે કરીને પોતે પણ પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી તે ભક્તિમાર્ગની મુખ્ય આરાધના છે.
જ્ઞ
Jain Education International
૩૬
અધ્યાત્મ કવિઓએ શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, અને એક્તા એમ નવવિધ ભક્તિની પ્રરૂપણા કરી છે. ભક્તિના આ બધાય પ્રકારો પ્રસિદ્ધ છે અને તેમનાં નામ પ્રમાણેના ભાવરૂપે પ્રવર્તવાથી ભક્તિના તે તે પ્રકારોની સિદ્ધિ થાય છે. અત્રે તો
જિંદગી એટલી બધી ટૂંકી છે કે તેમાંથી જરા પણ વેડફી તો ભારોભાર પસ્તાવું પડશે.
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org