SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (iii) તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ પત્રાંક # ૨૦ Jain Education International - ૩/પૃ. ૮/૧૭ મું વર્ષ પહેલાં ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ગારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી, વદે રાયચંદવીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી." ૧૩ પત્રાંક - ૪/પૃ. ૯/૧૭ મું વર્ષ પહેલાં X ૨૧ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર • પ્રામાણિક્તાનો દેખાવ નહીં પણ આંતરિક પ્રામાણિક્તા તે દિવ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy