SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી રીતે પહોંચશો ? અમદાવાદથી ૧૬ કી.મી. અને ગાંધીનગરથી ૧૦ કી.મી.ના અંતરે, અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર કોબા સર્કલ પાસે, સાબરમતી નદીની નજીક, શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આ સાર્વજનિક સંસ્થા આવેલી છે. ૧. રેલ્વે દ્વારા ? અમદાવાદ રેલ્વે સ્ટેશનથી રીક્ષા મારફતે સાબરમતી ટોલનાકા આવવું. ત્યાંથી ચાલુ રીક્ષામાં ૫ થી ૬ વ્યક્તિ બેસાડે છે, જેના વ્યક્તિદીઠ રૂ. ૪- લે છે. સાબરમતી રેલવે સ્ટેશને ઉતરો તો ત્યાંથી સાબરમતી ટોલનાકા આવી ઉપર મુજબ કેન્દ્રમાં પહોંચી શકાય છે. ૨. એસ.ટી. બસ દ્વારા : - અમદાવાદ ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ નં. ૨ (ઉત્તર ગુજરાત વિભાગ) તથા પ્લેટફોર્મ નં. ૫ ઉપરથી ઉપડતી લગભગ બધી લોકલ બસોમાં બેસીને કોબા સર્કલ સ્ટેન્ડે ઉતરવું. આપ આ સંસ્થામાં આ રીતે રસ લઈ શકો છો ૧. કોબા મુકામે સાધના કેન્દ્રમાં પધારીને તેના સત્સંગ, સ્વાધ્યાય, સેવા આદિ કાર્યક્રમોમાં ભાગ લઈને તથા આપની સૂઝ, સમય અને અનુભવનો લાભ સંસ્થાને આપીને. ૨. સભ્યપદ નોંધાવીને : (૧) સંસ્થાના આશ્રયદાતા રૂ. ૨૦૦૧ (૨) સંસ્થાના આજીવન સભ્ય રૂ. ૫૦૧ (૩) દિવ્ય-ધ્વનિના ત્રિવાર્ષિક સભ્ય રૂ. ૧૫૦ (૪) ભોજનશાળામાં કાયમી તિથિના રૂ. ૨૫૦૧ તથા મોટી તિથિના રૂ. ૨૫૦૦૧ નોંધાવીને. (૫) કેન્દ્રના નવા બાંધકામમાં ફાળો નોંધાવીને. (૬) જ્ઞાનદાનમાં સહયોગ આપીને. (૭) આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ઉપયોગમાં આવી શકે તેવી ઉપયોગી વસ્તુઓ ભેટરૂપે આપીને. (૮) સાધક-ઉત્કર્ષ ફંડમાં રકમ નોંધાવીને. (૯) વિદ્યા-ભક્તિ-આનંદ ગુરૂકૂળના સંચાલનમાં અર્થ-સહયોગ રૂ. ૨૫૦૧ નોંધાવીને. (૧૦) ભગવાનની પૂજાની તિથિ નોંધાવીને. આ સંસ્થા, આપના હાર્દિક સહયોગથી જ સાધકો, વિદ્યાર્થીયુવકો તથા સમાજને અર્થે શિષ્ટ અને આધ્યાત્મિક સંસ્કારોના સિંચન દ્વારા જીવનનો સર્વતોમુખી વિકાસ થાય તેવી સમ્પ્રવૃત્તિ કરી શકશે; માટે આપના અનેકવિધ સહકારની અપેક્ષા સહિત વિરમીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy