________________
૫૮
અમૃત કળશ
(૧) નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધુંય નવું છે, અને બધુંય જીર્ણ છે.
૨૮૮/પૃ. ૩૦૩/૨૪ મું વર્ષ
પત્રાંક
સ
(૨) પરમાર્થવિષયે મનુષ્યોનો પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી; એવી રિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે. પત્રાંક - ૨૮૯/પૃ. ૩૦૪/૨૪ મું વર્ષ
મ
(૩) એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે. ત્યાં સુધી ઉદયાનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે, માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલંબ થાય અથવા ન મોકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તો તે શોચ કરવા યોગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેનો પત્રપ્રસંગ રાખજો.
૨૯૦/પૃ. ૩૦૪/૨૪ મું વર્ષ
Jain Education International
પત્રાંક
¤
૯૩
કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ.
• જેનાં આહાર, વિહાર અને નિદ્રા સંયમમાં રહે છે તેનો આત્મપ્રકાશ જળહળી ઊઠે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org