________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
પ૯
આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું.
પત્રક - ૨૯૨/પૃ. ૩૦૫/૨૪ મું વર્ષ
જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો કમ પામવો બહુ સુલભ છે.
પત્રાંક - ર૯૪/પૃ. ૩૦૫/૨૪ મું વર્ષ
ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શક્યું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલૂમ પડે.
પત્રક - ર૯૫/૫. ૩૦૫/૨૪ મું વર્ષ
પાપ અને પારો ક્યારેય દબાયાં રહેતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org