________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૫૭
તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શક્યું નથી. ધર્મજ જણાવશો કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તો બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કોઈ કારણે વિલંબ થયો તોપણ આપનો સત્સંગ કરવાની ઇચ્છા મને મંદ નહીં થાય. એ પ્રમાણેના અર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી.
પત્રક - ૨૭૬/પૃ. ૩૦૦/૨૪ મું વર્ષ
ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે ?
વિ. રાયચંદના પ્રણામ. પત્રક - ૨૮૩/પૃ. ૩૦૧/૨૪ મું વર્ષ
E
આદિપુરુષ રમત માંડીને બેઠો છે. કોઈ પણ શ્રેષ્ઠ કાર્યમાં વિઘ્ન નાખવાની વૃત્તિ ઊઠે તો જાણવું કે આપણામાં પાશવી વૃત્તિઓ વિક્સી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org