________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
છે. આના માટે આવશ્યકતા છે સવિવેકપૂર્વકના વર્તનની. વર્તમાનકાળના કે પ્રાચીનકાળના જે મહાત્માઓએ સુખશાંતિ પ્રાપ્ત કર્યો છે, તેમના ન્યાયયુક્ત વચન પ્રમાણે વર્તવાથી અને જ્યાં સંભવ હોય ત્યાં તેમનો સમાગમ કરવાથી ધીમે ધીમે મનુષ્યમાં એક વિકાસલક્ષી પરિવર્તન આવે છે, જેથી તેના જીવનમાં અનેક સાત્વિક ગુણો પ્રગટે છે. આ પ્રમાણેની દશા પ્રગટ થતાં તે મનુષ્યમાં ઉત્તમ એવા આત્મતત્વની શ્રદ્ધા અને બોધ સુદઢ થાય છે અને જેમ જેમ આત્મશ્રદ્ધા અને આત્મબોધ સુદઢ થતાં જાય છે તેમ તેમ સ્વચ્છેદ ઘટવા માંડે છે.
ભવભયરહિતપણે, જ્ઞાની પુરૂષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા-નાનાની કલ્પના કરવી નહીં તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે, તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. જો સ્વચ્છંદ મટે તો જીવનું કલ્યાણ થાય.
જેમ આત્મજ્ઞાની મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ જેણે આત્મજ્ઞાની પુરૂષનો સાચો આશ્રય લીધો છે તેવો મુમુક્ષ પણ કોઈ અપેક્ષાએ મોક્ષમાર્ગમાં પર્વર્તે છે. સાચા બોધની તે નિયમિત આરાધના કરે છે.
શ્રમને પ્રભુએ આપેલું વરદાન માની જીવનમાં સ્થાન આપીએ તો જીવન સમૃદ્ધિથી છલકાઈ ઊઠશે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org