________________
૪
અમૃત કળશ
જ્યાં પ્રત્યક્ષ અનુભવી ગુરૂનું સાન્નિધ્ય પ્રાપ્ત છે ત્યાં મુમુક્ષને મોક્ષમાર્ગમાં ત્વરિત ગતિથી સફળતા સાંપડે છે. તેમના સમાગમમાં રહી તે અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરે છે. સમયસર સ્વાધ્યાયભક્તિમાં પ્રવર્તે છે. દાનતીર્થયાત્રા દ્વારા લોભ ઘટાડે છે.
વિનયગુણનો નાશ કરનારા અભિમાનના મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂખા છે જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે.
પરંપરાથી ચાલી આવેલી પાપ મૂળ અભિમાન, નમે તે સૌને ગમે, ‘અભિમાન તો રાજા રાવણનું પણ રોળાઈ ગયું. આવી આવી લોકોક્તિઓ પણ એ જ પુરવાર કરે છે કે આર્ય-સંસ્કૃતિમાં અભિમાનને મહાન દુર્ગુણ તરીકે અને વિનયને મહાન સગુણ તરીકે સર્વત્ર સ્વીકારવામાં આવ્યો છે. જેમ જેમ સાધક પોતાની સાધનામાં આગળ વધે તેમ તેમ તેની ષ્ટિ વિશાળ થતી જાય છે અને બધામાં તેને પોતાના જેવો જ આત્મા દેખાય છે તેથી તેને બીજા કરતાં પોતાનું ઉચ્ચપણું મોટાઈ-બડાશ સ્થાપવામાં રસ રહેતો નથી.
જ્યાં આવી વૈજ્ઞાનિક અને વિવેકી દૃષ્ટિ ઉદય પામે છે ત્યાં સંતોના સૂરમાં તે પણ પોતાનો સૂર પુરાવે છે.
• સ્વ સંરક્ષણ માટે પૂજા વખતે રોજ માનસિક પરમાત્મા કવચ
પહેરી લો. પછી આંતર - બાહ્ય શત્રુઓનું તમારી ઉપર કાંઈ નહીં ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org