________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
२४
પોતાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણી ફરજ છે,સમકક્ષનો વિનય કરવો તે સજજનતા છે. અલ્પ ગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમષ્ટિને પ્રાપ્ત થયાનું ધોતક છે.
¤
૨૫
જેવી રીતે ફળની પ્રાપ્તિ થતાં વૃક્ષો નમી પડે છે અને નવા પાણીથી ભરાયેલાં વર્ષાઋતુનાં વાદળાંઓ નીચે આવી જાય છે તેવી રીતે વિવિધ સમૃદ્ધિને પામીને સજજન પુરૂષો પરોપકાર કરવાના સ્વભાવવાળા થઈ જાય છે.
x
૨૬
વિનય ઉન્નતિનું મૂળ છે, સર્વ સંપત્તિઓનું ધામ છે, સુયશને વધારનાર છે અને ધર્મરૂપી સમુદ્રમાં ભરતી લાવવા માટે ચંદ્ર સમાન છે.
Jain Education International
૭૫
¤
૨૭
આ તો મહારાજા કે મોટા સંત ? ઉત્તમ વિનય, ઉત્તમ ન્યાયપરાયણતા અને ધર્મકાર્ય કરવા માટે પોતાનું તન-મન-ધન-મહત્તા-બધું સમર્પણ કરવાની કેવી ભાવના !!
સ
• શ્રદ્ધાનો તાંતણો એવો મજબૂત છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે તૂટતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org