________________
અમૃત કળશ
આત્માના મૂળ સ્વભાવમાં રહેલા ભાવ તે સ્વભાવભાવ. આવા મૂળ સ્વભાવને ચૂકીને આત્મામાં જે ભાવ થાય તેને વિભાવભાવ કહેવાય, એટલે કે આત્માના સ્વભાવગત જે ક્ષમા, વિનય, સંતોષ આદિ અનેક ગુણો છે તેનાથી વિરૂદ્ધ પ્રકારના ભાવો આત્મામાં ઊપજે તે સર્વને વિભાવભાવોમાં ગણવામાં આવે છે. આમ કોધ, અભિમાન કે લોભના ભાવ આત્મા કરે ત્યારે તે આત્માએ વિભાવભાવો કર્યા એમ સામાન્યપણે સમજવું.
વિભાવભાવ જાણીને તે વિભાવભાવોનો આત્મામાંથી અભાવ કરવો અને શુદ્ધભાવ પ્રગટ કરવો એ સાધકનું ધ્યેય છે.
અસંતોષ છે તે જ મોટું દુઃખ છે અને સંતોષ છે તે જ મોટું સુખ છે, એવો નિશ્ચય કરીને સાધકે નિરંતર સંતોષ ધારણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ.
મોટા મોટા ઈન્દ્રાદ્રિ દેવો અને ચકવર્તી રાજાઓ પણ આશા-તૃણાના પૂરમાં તણાયેલા હોવાથી વધતા પરિગ્રહને ઈચ્છે છે. જેમણે સંતોષરૂપી • સાધના વિનાનું જીવન સાવ અધૂરું જ છે ભલેને આયુષ્ય પૂરું થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org