________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૦૩
પ્રાપ્ત થઈ શકે છે. આવા ઉત્તમ પ્રકારના વૈરાગ્યની ઉત્પત્તિનાં મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે : (૧) પૂર્વભવના ઉત્તમ સંસ્કારો, જેને લીધે સહજપણે સંસારી કાર્યોમાં
ઉદાસીનતા રહ્યા કરે. (૨) ઉત્તમ સંસ્કારોવાળું ધર્મપ્રધાન કુટુંબ અને સાત્વિકતાને પોષક
વાતાવરણની પ્રાપ્તિ થાય. (૩) ઊંચા પ્રકારનું આધ્યાત્મિક સાહિત્ય વાંચવાનો સંયોગ બનવાથી
અને તેમાં રુચિ ઉત્પન્ન થવાથી. (૪) અધ્યાત્મવેત્તા મહાપુરુષના જીવનની પ્રત્યક્ષ સમાગમ થાય અને
તેના પ્રત્યે વિનયભક્તિ પ્રગટે, જેથી સહજપણે બીજા સાત્વિક ગુણોની સાથે સાથે વૈરાગ્યનો સાધકના જીવનમાં સંચાર થાય. આવા કોઈ પણ પ્રકારથી જે મહાભાગ્યવાન મનુષ્યને વૈરાગ્ય ઊપજે તેને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ દૂર રહેતી નથી. કારણ કે આત્મકલ્યાણનાં બને મુખ્ય કારણોની વિદ્યમાનતા હોવાને લીધે થોડા કાળના અભ્યાસથી જ તે મનુષ્ય આત્મજ્ઞાનની ભૂમિકાને સર કરી લે છે.
વૈરાગ્યભાવની સાધના : જો આપણે ખરેખર આત્મકલ્યાણને ઈચ્છીએ છીએ તો વૈરાગ્યભાવને સર્વ પ્રકારે દઢ કરવો આપણા માટે આવશ્યક છે. આ વૈરાગ્યભાવની • કાંટા વચ્ચે ઉગે, ભમરાઓના ડંખને સહે તો યે ખીલતું, મધમધતું રહે પુષ્પ. કડકડતા તેલમાં ઉકળે કૃર હાથોમાં મસળીયે તોયે વહેરો સુગંધ પરિમલ; માનવ ? તુ તે પુષ્પ (ગુલાબ) પાસેથી કંઈ ના શીખે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org