________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૫
વિષયથી જેની ઇંદ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ?
કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે આજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.
પત્રાંક - ૮૩૨/પૃ. ૬૨૦/૩૧ મું વર્ષ
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.
પત્રાંક - ૯૪૯/પૃ. ૬૫૮/૩૪ મું વર્ષ
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ • ઈશ્વર સિવાય બીજું બધું ભૂલી જવાથી જ તેનું જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org