________________
અમૃત કળશ
વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
પત્રાંક - ૩૩૧/પૃ. ૩૧૮/૨૫ મું વર્ષ
આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
પત્રાંક - ૩૩ર/પૃ. ૩૧૮/૨૫ મું વર્ષ
૧૦૪
અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.
જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું પણ પ્રાપ્ત થયા • માનવજીવન-રથને અનિવાર્ય અનિષ્ટોના પથ્થરો નડે જ છે.
ucation International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org