________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈવત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈવતં જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
પત્રાંક - ૨૫૪/પૃ. ૨૮૯/ર૪ મું વર્ષ
બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંતબોધ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જો ઉપદેશબોધ જીવને અંત:કરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે 'સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યકતપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાયબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ • ધીર સંસારી માટે જીવનમાં આવતાં દુ:ખો આત્મસંયમ અને તપશ્ચર્યા બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org