________________
અમૃત કળશ
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુ:ખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
પત્રાંક
૫૭/પૃ. ૧૮૩/રર મું વર્ષ
¤
૧૧
જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લેવો એ વગેરે બાર પ્રકાર છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છ્વાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં.
સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે.
Jain Education International
ઉપદેશ છાયા ૫/પૃ. ૬૯૫-૬૯૬/૨૭ મું વર્ષ
મ
જેનાથી દેવત્વ મળે તેનાથી મનુષ્યત્વ પણ જો ન મેળવી શકે તો તેણે માનવજીવનમાં પશુત્વ જ ભર્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org