________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૯૮
જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.
આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે.
ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇચ્છયા જ કરવું એ ઉપદેશ છે.
Jain Education International
૬૧
પત્રાંક - ૩૧૩/પૃ. ૩૧૦/૨૫ મું વર્ષ
¤
૯૯
અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.
૭ માત્ર
ત્ર કમાઈ જાણે છે તે સંપત્તિવાન નથી પણ જે સમાર્ગે વાપરીને વ્યાજ સહિત પાછું આપવાને ભગવાનને વિવશ બનાવે છે તે સાચો સંપત્તિવાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org