________________
૧૨૪
અમૃત કળશ
વિજ્ઞાનયુગ કહે છે. જોકે લોકમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આપણે આ જમાનામાં બહુ સુધર્યા છીએ અથવા ઘણી પ્રગતિ કરી છે તો પણ આ વાત માત્ર બાહ્ય સગવડની વૃદ્ધિની ષ્ટિએ જ સત્યાર્થ માનીએ છીએ. ખાવા-પીવાની, બેસવા ઊઠવાની, અવરજવરની કે તાર, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન વગેરેની સગવડ વધી છે એ વાત ખરી, પણ તેથી આપણે સુધર્યા છીએ કે કેમ ? ખરેખર સુખી થયા છીએ કે કેમ ? એ આદિ વિચારણીય છે.
પહેલાંના જમાનામાં સાદાઈ હતી, સંતોષ હતો, મુખ્યપણે આપણો વસવાટ ગ્રામવિસ્તારોમાં હતો. આપણી જરૂરિયાતો મર્યાદિત હતી અને તેથી આપણો ખર્ચ પણ મર્યાદિત હતો. ખર્ચ મર્યાદિત હોવાને લીધે ખૂબ આવક મેળવવા માટે મોટા મોટા આરંભો કરવા પડતા ન હતા કે દેશવિદેશની વિશેષ મુસાફરીની પણ જરૂર પડતી ન હતી. રાજ્યકર્તાઓ પણ પ્રજા ઉપર અસહ્ય કરબોજ નાખતા ન હતા કારણ કે રાજયની સામાન્ય આવકમાં રાજ્યખર્ચનો નિભાવ થઈ રહેતો હતો.
જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે. સ્વેચ્છાપૂર્વક સહનશીલતાનો અભ્યાસ કરવો તે પણ તપ છે. પ્રતિકુળ સંજોગોમાં સમતાભાવ રાખીને સહન કરતાં શીખવું એ તપની આરાધના છે. આત્મા સાથે લાગેલાં કર્મો અત્યારથી છૂટી જાય (નિર્જરી જાય) તે પ્રકારે જીવનમાં વર્તવું તેને તપ કહીએ. આત્મબળથી • અનિવાર્ય અનિષ્ટો સામે ઝઝૂમી પાર ઊતરવું તે જ સુખી
જીવનની પારાશીશી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org