________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
પજ
આ રીતે સાપેક્ષતાનો સિદ્ધાંત મુમુક્ષુ જીવોને આત્મકલ્યાણની સાધનામાં અને મોક્ષમાર્ગની પ્રરૂપણામાં મહાન ઉપકારી છે અને તે સિદ્ધાંતના પારગામી પુરુષો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વડે મોક્ષની સિદ્ધિ કહે છે. વળી સાક્ષાત મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ આત્માનુભૂતિરૂપ છે તો પછી મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકશે?- એમ જો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનું સમાધાન એમ છે કે સાચાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ દ્વારા આત્મા ઉપર સતના સંસ્કારો દઢ થાય છે અને તે સંસ્કારોની દઢતાથી આત્માનું બળ વધે છે. લોઢાના સળિયાને ખૂબ તપાવવાથી તેની ગમે તે આકારે વળવાની યોગ્યતા વધે છે. અથવા મેલાં કપડાંને સાબુમાં પલાળવાથી, ધોકા મારવાથી કે મસળવાથી જ્યારે તે ચોખ્ખું થઈ જાય ત્યારે જ ટિનોપોલ કે ગળી તેના ઉપર એકસરખી રીતે ચડી શકે છે. આવી રીતે જેમ જેમ ભેદરૂપ સવિકલ્પ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના અભ્યાસથી આત્મબળ વધતું જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં નિવિકલ્પ સમાધિનો અનુભવ જલ્દી જલ્દી થતો જાય છે અને અનુભવની પ્રગાઢતા પણ વધતી જ જાય છે. અમુક કક્ષાએ પહોંચ્યા પછી પ્રગાઢ નિર્વિકલ્પ સમાધિના બળથી સર્વ કર્મકલંકને દૂર કરી સાધક જીવનમુક્ત થઈ જાય છે. આમ, આત્મલક્ષે સાધલા સવિકલ્પ સાધનાના અભ્યાસના બળથી નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ અને પ્રાંતે સર્વ કર્મોથી મુક્ત દશા ઉત્પન્ન થાય છે. આ સાધનાને ભેદભેદ રત્નત્રય એ સંજ્ઞાથી વીતરાગદર્શનમાં સંબોધવામાં આવી છે અને તેથી જ વીતરાગદર્શનને સાપેક્ષદર્શન અથવા અનેકાન્તદર્શન તરીકે ઓળખવામાં આવે છે.
• પ્રત્યેક નિષ્ફળતા વખતે બમણી તત્પરતાથી કામ કરનાર અવશ્ય સફળતાને પામે છે.
૨૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org