________________
૮૪
અમૃત કળશ
પ્રસિદ્ધ ભક્તશિરોમણિ શ્રીરામકૃષ્ણ પરમહંસના પિતા બનવાનું મહાન સદ્ભાગ્ય આ ખુદીરામને પ્રાપ્ત થયું હતું.
સ
૪૪
સીધાપણાનો કે સહજપણાનો ગુણ તે જ સરળતાનો ગુણ છે. જેવું મનમાં હોય તેવું વાણી દ્વારા બોલવું અને જેવું બોલીએ તેવું આચરણ કરવાનો સાચો પ્રયત્ન કરવો તે સરળતા છે, એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પંપચભાવ, માયાચાર, વકપણું, છેતરવાનો ભાવ, છળકપટનો ભાવ દૂર કરીને વર્તવું તે સરળપણાનું મુખ્ય લક્ષણ છે.
x
Jain Education International
૪૫
સરળપણું મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. સરળતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવે નહિ. પાત્રતા વધારવા માટે દરેક મહાપુરુષોએ સરળતાઓ સંપાદન કરવા સાધકને આજ્ઞા કરી છે. જે સરળ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ છે જ નહિ તો તેની વ્રતાદિ ગ્રહણ કરવામાં યોગ્યતા ક્યાંથી હોય ? આમ, અનેક પ્રકારે જે સાધનામાં ઉપયોગી છે તેવો સરળતાનો ગુણ દરેક સાધકે ગમે તે ઉપાયે પણ જીવનમાં વણી લેવો અનિવાર્ય છે.
¤
માણસથી ભૂલ થાય પણ જે સુધારવા તત્પર હોય એના બધા પાપો ઈશ્વર ધોઈ નાંખે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org