________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
સરળ મનુષ્યનું જીવન નિશ્ચિત છે, સહજ છે, નિર્ભય છે, પવિત્ર છે અને ધર્મમય છે. જેમ જેમ જીવનમાં સરળતા આવતી જાય છે તેમ તેમ પરમશાંતિનો અનુભવ થાય છે. માટે સૌ સાધકોએ આ ગુણની આરાધના કર્તવ્ય છે.
અનેક મહાપુરુષોએ સરળતાની સાધનાનો અભ્યાસ બાળકોના સાન્નિધ્ય દ્વારા કર્યો છે. શ્રી તૈલંગ સ્વામી એક નાની ગાડી રાખી તેમાં બાળકોને બેસાડતા, પોતે તે ખેંચતા અને આમ બાળકોના ભોળા અને નિર્દોષ સ્વભાવને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા.બ્રિટનના એક વખતના મુખ્ય પ્રધાન ગ્લૅડસ્ટન પણ બાળકો સાથે રમી નિર્દોષ આનંદ મેળવતા. મહાત્મા ઈસુ ખ્રિસ્ત અને મહાકવિ ન્હાનાલાલે પણ બાળકોના સરળ સ્વભાવને બિરદાવ્યો છે. જ્યારે ભક્તિસૂત્રમાં ઉત્તમ ભક્તને બાળક જેવો કહ્યો છે. આમ, અનેક પ્રકારે બાળકોમાં સ્વાભાવિકપણે રહેલા સરળતાના ગુણનો મહિમા બતાવી મહાત્માઓએ આપણને સરળતાના તે ઉત્તમ ગુણને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે.
જીવને કર્મબંધન થવાનું મુખ્ય કારણ તેની પોતાની વિચારધારા (ઉપયોગદશા) છે. જે મનુષ્ય જેવા અભિપ્રાયથી જેવા ભાવ કરે તે જીવને
ક્લામાં સાત્વિક્તા અને સદાચારની પ્રેરણા હોય છે. જેનાથી મનમાં શાંતિ, મગજમાં સ્કૂર્તિ અને હૃદયમાં ઉત્સાહ પેદા કરવાનું અને મનુષ્યને સન્માર્ગે વાળવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org