________________
અમૃત કંળી
તેને અનુરૂપ કર્મોનો બંધ થાય છે. જોકે તેનું નિયામક કારણ તેના અંતરના ભાવ છે તોપણ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ તેમાં સહકારી કારણરૂપ હોય છે.
આ જગતમાં જે અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખાય છે તે સર્વ આ જુદા જુદા કર્મના પ્રભાવથી જાણવી. મનુષ્યપણું, દેવપણું, પશુપણું કે નારકીપણું પણ કર્મથી જ પ્રાપ્ત થાય છે. દરેકનાં શરીર જુદાં, રંગ જુદા, બુદ્ધિ જુદી, અંગોપાંગ જુદાં, સ્ત્રી-પુત્રાદિના સંયોગ જુદા, રુચિ જુદી, તાસીર જુદી, ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ કે રૂપ પણ જુદાં, રોગીનીરોગી અવસ્થા જુદી, કુળ જુદાં, આયુષ્ય ઓછું-વધારે વગેરે અનેક પ્રકારે ભિન્નતા પ્રત્યક્ષપણે જોઈ શકાય છે.
અપધ્યાન અથવા કુધ્યાનના પ્રકાર (૧) ગમતી વસ્તુનો વિયોગ થવાથી જે ધાન થાય તે. (૨) અણગમતી વસ્તુનો સંયોગ થવાથી જે ધાન થાય તે. (૩) શરીરમાં રોગાદિની ઉત્પત્તિથી જે વેદના ઊપજે તે બાબતનું ધ્યાન
થાય તે. • વિપુલ સાધનો ઉપલબ્ધ હોવા છતાં ઓછા સાધનોમાં સંતોષપૂર્વક જીવનારજ જીવનની અનેરી મજા માણી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org