SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક સત્ જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ `સત્ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેક્તાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત્ તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. પત્રાંક - ૨૧૮/પૃ. ૨૭૩/૨૪ મું વર્ષ × ૭૨ Jain Education International બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઈ રહ્યા કરે છે. યાત્મિક શક્તિ • સંકટો અને મોતના પ્રસંગોમાં પણ સ્વસ્થતાથી, આત્મિક શક્તિ દ્વારા સ્વકર્તવ્યમાં ધૈર્યપૂર્વક રહેનાર જ જીતે છે. ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy