________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
(i) એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિકે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ પણ ધર્મ સદા પ્રતિકૂળ.
( શિક્ષાપાઠ ૨/પૃ. ૫૯/૧૩ મું વર્ષ
૩૫.
(૧) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોટયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શક્તાં અધોગતિમય મહા પાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે.
( શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૫/૧૩ મું વર્ષ (૨) સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુ:ખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પષોનો સમાગમ એ પણ સત્સંગ છે.
શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૫/૧૩ મું વર્ષ (૩) સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે.
શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૬/૧૩ મું વર્ષ
ગુરુભક્તિ એ જ સર્વ દોષોનું એક માત્ર નિવારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org