________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિ:સ્પૃહી થઈ થકીશ.
પત્રાંક ૨૫-૧૦/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ
(૨) મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ‘ગણિતાનુયોગ’ વિચારવો યોગ્ય છે.
પત્રાંક - ૨૫-૮/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ
(૩) શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. પત્રાંક - ૨૫-૫/પૃ. ૧૬૪/૨૦ મું વર્ષ
૨૭
(૪) સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.
પત્રાંક - ૨૫-૧૩/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ (૫) નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે.
પત્રાંક - ૨૫-૬/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ
¤
Jain Education International
૪૨
આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી; પરંતુ હૃદયસગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા સંજોગો બદલાવવાવાળા છે તું અબદલ આત્મા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org