________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
અધિકતા વડે મનના તરંગોને નષ્ટ કરી આત્માનું શોભાયમાન થવું તે મહાન યોગીશ્વરોનું પરમ તપ છે.
જેવી રીતે ખાણમાંથી નીકળેલું સોનું (સુવર્ણરજ) જુદી જુદી ભઠ્ઠીઓમાં નાંખવામાં આવે તો તેમાં રહેલી મલિનતા તથા વિવિધ અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય છે અને શુદ્ધ સોનાની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે કામક્રોધાદિ વિકારોવાળા જીવને વિવિધ પ્રકારની શુદ્ધીકરણની પ્રક્રિયાઓમાંથી પસાર કરવા વડે કરીને આત્મા નિર્મળ અને નિર્વિકાર થાય તેને તપરૂપી આરાધના કહેવામાં આવે છે. તપ તે શુદ્ધીકરણ માટેની તે પ્રક્રિયા છે જેમાંથી પસાર થયા વિના કોઈ પણ મહાન સંત બની શક્તો નથી.
સ
૯૮
Jain Education International
પાંચ ઇન્દ્રિયના વિષયો, કોધાદિ કષાય અને ચાર પ્રકારના આહાર (ખાદ્ય, સ્વાઘ, લેહ્ય, પેય)નો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવામાં આવે છે. માત્ર ભોજનનો જ ત્યાગ કરે તો તે ખરેખરો ઉપવાસ નથી.
¤
૧૨૫
22
તત્ત્વષ્ટિએ વિચારીએ તો મુમુક્ષુતા ખરેખર પ્રગટ થવાનું મુખ્ય કારણ સાધકની અંતરંગ રુચિ અને સત્યનિષ્ઠા છે. આ અણુયુગમાં વિવેક, વૈરાગ્ય અને વિચાર મનુષ્યને આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org