________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૨૩
તેથી સૌએ તેમની પાસે જઈ વિનંતી કરી, ગુરુજી ! અમારી એક પ્રાર્થના સ્વીકારશો ? ગુરુજીએ સંમતિ આપતાં તેઓએ કહ્યું, થોડા દિવસમાં આપની જન્મજયંતી આવે છે તો તે ઊજવવાની સંમતિ માગવા અમે સૌ આવ્યા છીએ.'
કંઈક અણધારી બિના બની હોય તેમ તે મહાપુરુષ બોલ્યા, જુઓ ભાઈઓ ! આપની પ્રાર્થનાનો હું નીચેનાં કારણોસર સ્વીકાર કરી શક્તો નથી. પ્રથમ તો જન્મદિવસ તે આનંદનો વિષય નથી, કારણ કે આત્મશ્રેય પ્રાપ્ત કરવા મળેલા આ મનુષ્ય અવતારમાંથી એક વર્ષ ઓછું થયું, એવું તે દિવસે આપણને ભાન થવું જોઈએ. બીજું, જે મહાત્માએ અધ્યાત્મજીવનની ચરમસીમા પ્રાપ્ત કરી જીવન્મુક્ત દશા પ્રગટ કરી હોય કે જેથી ફરી જન્મમરણના ફેરામાં ન આવવું પડે તેવા લોકોત્તર મહાપુરુષની જન્મજયંતી ઊજવવી જ યોગ્ય છે. હું તેવી સ્થિતિને પ્રાપ્ત થયો નથી. વળી જડ, વિકારી અને વિનાશી એવા આ દેહની જન્મયંતી શું ઊજવવી ? જો તસ્વષ્ટિએ વિચારીએ તો ચૈતન્યરૂપી, નિર્વિકારી અને અજર-અમર એવા આત્માની જન્મજયંતી કે મૃત્યુતિથિ બને સમાન જ છે.'
આવા અર્થગંભીર ઉર્બોધનથી શિખમંડળી તો સ્તબ્ધ થઈ ગઈ. આ મહાપુરુષ ને તિરુવન્નામલેના પ્રસિદ્ધ તપસ્વી શ્રી રમણ મહર્ષિ.
આપણે સૌ ઇ.સ. ૧૯૯૩ના વર્ષમાં ભારત દેશમાં રહીએ છીએ. સામાન્ય રીતે આ યુગને વીસમી સદી અથવા અણુયુગ અથવા • જે આપ્યું તે જવાનું જ છે તેથી તેનું નહીં પણ જે શાશ્વત છે | તેનું ધ્યાન ધરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org