________________
૧૨૨
અમૃત કળશ
જ્યાં જેટલું સત્યનું અનુસરણ હોય છે ત્યાં તેટલી પારમાર્થિક મહત્તા અવશ્યપણે પ્રગટ થાય છે. લોકમાં પણ સત્કાર્યો એકનિષ્ઠાથી અને સ્વાર્થરહિતપણે કરે તેને સુયશની પ્રાપ્તિ થાય છે અને તે પુરુષ મહાન ગણાય છે. આવા લોકકલ્યાણનાં અનેક કાર્યો છે અને નિ:સ્વાર્થ સમાજસેવકો, સજજનો, માનવતાવાદીઓ અને પરહિત-રત સંતો આવાં કાર્યો કરતા રહે છે. આવાં કાર્યોમાં સદાવ્રતો ખોલવાં, ધર્મશાળાઓ બંધાવવી, બાલમંદિરો, શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયોનું નિર્માણ કરવું, હૉસ્પિટલો, ઔષધશાળઓ, અનાથાલયો, મહિલાવિકાસગૃહો વગેરે ખોલવાં, ખાદી-ગ્રામોદ્યોગને વિકાસમાં ફાળો આપી ગ્રામજનતાને ઉપકારક થવું વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યો કરવામાં ધન, સત્તા, ઓળખાણ, લોકસંપર્ક વગેરેની જરૂર પડે તે સહેજે સમજાય તેવું છે. આવા પ્રકારની નિઃસ્વાર્થ સેવા દ્વારા કાંઈક ચિત્તશુદ્ધિ અને સાત્વિક ગુણોનો વિકાસ થઈ શકે છે અને આત્મામાં થોડીઘણી સાચી મહત્તા પ્રગટે છે એમ પણ કોઈ અપેક્ષાએ કહી શકાય.
આ સદીના એક મહાપુરુષના જીવનની આ ઘટના છે. નાની ઉંમરથી જ જ્ઞાન-વૈરાગ્યની આરાધનામાં લાગેલ હોવાથી અને આદર્શ સાધકનું જીવન ગાળતા હોવાને લીધે તેમનું શિષ્યમંડળ પણ વિસ્તૃત હતું. એક વાર સૌ શિખોને આ મહાપુરુષની જન્મજયંતી ઊજવવાનો ભાવ થયો. • સુખ, સમૃદ્ધિ અને શાંતિની ખોજ એટલે માનવીની આત્મ-ખોજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org