________________
૧૨૦
અમૃત કળશ
(૯)
(૭) શ્રદ્ધાનું મૂળ તત્ત્વ છે બીજાની સાચી મહત્તાનો સ્વીકાર. (૮) ખરેખર તો નિરાશ થઈ ગયેલા હૃદયને સાંત્વના, અવલંબન અને
નવજીવન અપર્ણ કરવાવાળી આ શ્રદ્ધા જ છે. શ્રદ્ધામાં આત્મસમર્પણ રહ્યું છે.
જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમકત્વ (સાચી શ્રદ્ધા) થાય નહિ. સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. () અવિનય, (a) અહંકાર, () અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (૩) રસલુબ્ધપણું
- એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. (૧૦) શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જીવો ભ્રષ્ટ છે, તેમનો મોક્ષ થતો નથી.
ચારિત્રભ્રષ્ટ (સુધરે તો) મોક્ષે જાય છે, શ્રદ્ધાભ્રષ્ટ મુક્તિને પામતા નથી.
બંગાળના એક મહાન નવલકથાકાર. એમનું નામ બંકિમ ચંદ્ર, | એમણે ભારતને રાષ્ટ્રગીત વંદે માતરમું આપ્યું.
તેઓ મહાન સાહિત્યકાર હતા, તેમને પોતાના પ્રત્યેક કાર્યમાં - પછી તે નાનું હોય કે મોટું – અપૂર્વ શ્રદ્ધા હતી. તે ઘણી વાર પોતાના મિત્રોને જણાવતા કે મનુષ્યમાં જે દિવસે શ્રદ્ધાના તત્ત્વનું વિલોપન થશે તે દિવસથી તે સાચા માણસ તરીકે મટી જશે. • પૂર્વગ્રહ એ હૃદયની નબળાઈનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org