________________
૧૧૮
અમૃત કળશ
સાચી શ્રદ્ધા થાય છે. આનું કારણ એ છે કે સુયુક્તિને અનુસરવામાં વિશાળ બુદ્ધિ, પ્રામાણિક્તા અને અનાગ્રહષ્ટિની જરૂર છે, તથા સ્વાનુભવ માટે અભ્યાસરૂપ સતત પરિશ્રમ, ધીરજ, સદ્બોધ અને સદ્ગુણસંપન્નતાની જરૂર છે.
¤
Jain Education International
૯૧
શ્રદ્ધા વિના પ્રાપ્ત કરવામાં આવેલું વિપુલ જ્ઞાન પણ મિથ્યા અને કઠિન ચારિત્ર પણ કુચારિત્ર કહ્યું છે, તેથી ગમે તેવો મહા પ્રયત્ન કરીને પણ સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. અનંતાનુબંધી (જે ભાવ કરવાથી એવું તીવ્ર કર્મબંધન થાય કે જેથી અતિ અતિ દીર્ધકાળ (અનંતકાળ) ભ્રમણ કરવું પડે તે) સંસારનો ભાવ જેનાથી તૂટી જાય છે, તત્કાળ જ અંતરમાં શાંતિ, પ્રસન્નતા અને અતીન્દ્રિય આનંદરસનો આસ્વાદ જેનાથી અંશે અનુભવાય છે,જે પ્રગટવાથી વિવેક(ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ખરેખર ચાલુ થઈ જાય છે, જે પ્રાપ્ત થવાથી વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં સ્વ સ્વ-રૂપે અને પર પરરૂપે ભાસવા લાગે છે, જેની ઉપલબ્ધિ થવાથી સંસારની વાતોમાં રસ રહેતો નથી, અને ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થાય તોપણ તે વિશે ઉપાદેય બુદ્ધિ ઊપજતી નથી તે જ સાચી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાના ઉદયથી એક શુદ્ધ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ ઊપજે છે, દ્વન્દ્વોમાં રોકાણ થતું નથી, ત્રિવિધ તાપોથી ઉપશમ થવાય છે, ચતુર્વિધ ગતિઓના ત્રાસથી છૂટીને પરમ પંચમતિ પ્રત્યે પ્રેમપૂર્વક આરાધના બને છે, છ પ્રકારના અનાયતનોમાં પ્રીતિ • પ્રભુને પ્રેમ અને ભક્તિપૂર્ણ પ્રાર્થના કરીને પછી જ તેનું ધ્યાન ધરો.
ઘર્થના કરીને પછી જ ત
For Private & Personal Use Only
www.jainelibrary.org