________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૧૭
વર્તમાન કાળમાં વિવિધ ધર્માવલંબી મનુષ્યો જોવામાં આવે છે. વળી કહેવાતા એક ધર્મમાં પણ અનેક મતભેદ અને પેટાભેદ દેખવામાં આવે છે. હવે સાચો ધર્મ તો આત્મશુદ્ધિની સાધના છે, તો આપણે મુમુક્ષુઓએ તો તે જ આત્માના શુદ્ધીકરણના પ્રયોગરૂપ ધર્મને આદરવાનો છે. આમ કરતી વખતે બીજાઓના અભિપ્રાય, માન્યતા, રીતરિવાજ કે સાધનાપદ્ધતિ આપણાથી જુદા હોય તો પણ તેમની સાથે વ્યર્થ વાદવિવાદ કે ઝઘડામાં પડયા વિના શાંત ચિત્તથી જેમ વીતરાગભાવની વૃદ્ધિ થાય અને તે સાધવાનાં ઉત્તમ બાહ્યાંતર સાધનોનું યથાપદવી અવલંબન લેવાય તે પ્રકાર ભજવાનો છે, પણ હું એક જ પૂર્ણ જ્ઞાની કે પૂર્ણ સત્યવાદી છું. તમે બધા અજ્ઞાની-મિથ્યાષ્ટિ છો એવો કટુભાવ અંતરમાં લાવવાનો નથી. વિશાળ દૃષ્ટિ વડે જેમ સમયોગની આરાધનામાં આપણે લાગી જઈએ અને આપણી ઉદાર દૃષ્ટિમાં જીવમાત્ર સમાઈ શકે એવો ઉત્તમ જીવનવ્યવહાર આદરીએ એ જ આપણી સાચી માધ્યસ્થ ભાવનાનું જીવતું જાગતું પ્રતીક છે.
ઉપલક દૃષ્ટિએ જોતાં શ્રદ્ધા અને યુક્તિ જોકે એકબીજાનાં વિરોધી લાગે છે પણ તાત્વિક શ્રદ્ધાની ઉત્પત્તિના મૂળમાં રહેલાં તત્ત્વોમાં મુખ્ય તો સુયુક્તિ અને સ્વાનુભવ જ છે, માટે એમ જાણીએ છીએ કે મહમ્પયના ઉદયવાળા કોઈ મહાન પરાક્રમી પુરુષને જ વસ્તુસ્વરૂપની | • સમદર્શિતા, સમતા અને ઉદારતા કેળવો. શ્રદ્ધા, ભક્તિ અને
ડહાપણ વધારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org