________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૦૫
(૪) આત્મા એકલો જ જન્મો, એકલો જ મરશે અને એકલો જ કરેલાં
કર્મનું ફળ ભોગવશે એમ અનુચિંતન તે એકત્વભાવના. સંસારમાં કોઈ કોઈનું ખરેખર નથી એમ ચિતવવું તે અન્યત્વભાવના. શરીર અપવિત્ર છે, રોગ-મળ-મૂત્ર-રક્ત-માંસાદિથી ભરેલું છે એમ ચિતવવું તે અશુચિભાવના. રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે ભાવો કરવાથી આત્મામાં નવાં કર્મોનું આવવું થાય છે એમ ચિતવવું તે આસ્ત્રવભાવના. જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તવાથી નવાં કર્મો આત્મામાં આવતાં અટકી
જાય છે એવું ચિંતવન ને સંવરભાવના. (૯) સાચું તપ આદરવાથી જૂનાં કર્મો આત્માથી છૂટાં પડી જાય છે
એમ ચિંતવવું તે નિર્જરાભાવના. (૧૦) ઊર્વલોક, મધબ્લોક અને અધોલોકના સ્વરૂપનું ચિંતવન તે
લોકસ્વરૂપભાવના. (૧૧) સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને સાચું જ્ઞાન, સાચો
સંયમ પ્રાપ્ત થવાં અતિ અતિ દુર્લભ છે એમ ચિંતવવું તે
બોધિદુર્લભભાવના. (૧ર) સધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રોની પ્રાપ્તિ થવી પરમદુર્લભ
છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભભાવના. આ પ્રકારે વૈરાગ્યભાવની સાધના કરવા માટે સ્વાર્થની વાતો અને સ્વાર્થનાં કાર્યોથી પાછા વળવું આવશ્યક છે. આ માટે નોકરી-ધંધામાં, ખાવા-પીવામાં, ગપ્પાં મારવામાં, રેડિયો-ટેલિવિઝનમાં, છાપાં• જેણે એક પરમાત્માને રખેવાળ રાખ્યો છે તેણે કદી ઊની આંચ
પણ અનુભવી નથી.
૨૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org