________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૧૩
ગુરુકુળમાં એક દિવસ મોટી આગ લાગી. સૌ ગભરાઈ ગયા અને પોતાના હાથમાં આવ્યું તે વાસણ લઈને આગને ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ અગ્નિદેવ રૂઠયા હતા. ટાંકીમાં પાણી પૂરતા પ્રમાણમાં નહોતું તેથી જો કુવામાંથી રહેટ દ્વારા પાણી કાઢવામાં આવે તો જ પૂરતા પ્રમાણમાં પાણી મળે. રોંટનો બળદ બીજા ગાડા સાથે જોડવામાં આવ્યો હતો અને તે ગાડું મહેમાનને લેવા ગયું હતું.
આ પરિસ્થિતિમાં શું કરવું ? કોઈક બળદ લેવા દોડ્યું, તો કોઈક દૂરથી પાણી લેવા દોડ્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓમાં એક દૂબળો પાતળો વિદ્યાર્થી પેલા રહેટ સાથે જોડાઈ ગયો અને પોતાનું બધુંય બળ વાપરીને રહેંટ ચલાવવા લાગ્યો. ટાંકીમાં પુષ્કળ પાણી ભરાવા લાગ્યું. થોડા વખતમાં તો સેંકડો ડોલ અને ઘડાના પાણીથી આગ કાબૂમાં આવી ગઈ.
આગ કાબૂમાં આવી જતાં ગુરૂજીએ પૂછ્યું : “ભાઈઓ ! રહેટ બંધ છે તો પાણી આવ્યું ક્યાંથી ?
'ગુરુજી, રહેતો ચાલુ છે. એક વિદ્યાર્થીએ બળદના સ્થાને પોતાને જોતરી દીધો છે. જવાબ મળ્યો.
સૌએ જઈને જોયું તો એ દૂબળોપાતળો વિદ્યાર્થી હજુ રોંટ ચલાવી રહ્યો હતો. ગુરુજીએ તુરત દોડીને તેને રોક્યો, જોતરેથી છૂટો કર્યો અને અનેક ધન્યવાદ આપી કહ્યું : 'બેટા ! ગુરુકુળમાં જ્ઞાન તો ઘણાએ લીધું છે પણ તે જ્ઞાનનો ઉત્તમ કાર્યમાં સદુપયોગ કરી, તે જ એની સાર્થક્તા ચરિતાર્થ કરી બતાવી છે.
આ દૂબળોપાતળો વિદ્યાર્થી આગળ જતાં ભારતીય સંસ્કૃતિ અને સદ્વાચનના પ્રખર હિમાયતી તરીકે ભિક્ષુ અખંડાનંદ કહેવાયો. તેમણે • પૂર્ણિમાનો ચંદ્રમા કાલે જ ઊગશે, જરા ધીરો રહે.
Jain Edugun International
For Private & Personal Use Only
www.jainelibrary.org