Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૧૧
છેલ્લે નિયમિતતાની સાધના બાબત ઘણા મુમુક્ષુઓ તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે નિયમિત જીવન જીવવું તેમને માટે બહુ જ કઠિન છે. હવે જો ખરેખર વિચારીએ તો સાધનામાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધારે ને વધારે કુદરતી - સ્વાભાવિક બનતા જવાનું છે. કુદરતના ન્યાયમાં નિયમિતતા દૃષ્ટિગોચર થાય છે. સૂર્ય સવારે જ ઊગે છે અને સાંજે જ આથમે છે. ચંદ્ર સાંજે જ ઊગે છે અને સવારે અદશ્ય થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું પોતપોતાના મહિનાઓમાં જ આવે છે. ફળ-કુલ-શાકભાજી વગેરે પણ નિયમિત સમયે જ આવે છે અને સાગરમાં ભરતી-ઓટની વ્યવસ્થા પણ નિયમિત જોવામાં આવે છે.
જે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ બૅરિસ્ટરની ડિગ્રી લેવા વિલાયત ગયા ત્યારની આ વાત છે. ત્યાંના વિશ્વવિદ્યાલયનો જે પહેરેગીર હતો તે આ વિદ્યાર્થીને નિયમિતપણે લાઈબ્રેરીમાં વાંચવા આવે ત્યારે મળતો. સવારના નવ વાગ્યે તેઓ લાઈબ્રેરીમાં વાંચવા પહોંચી જતા. થોડા જ સમયમાં આ પહેરેગીરને તેમની અચૂક નિયમિતતા બાબત એટલો તો વિશ્વાસ બેસી ગયો કે વલ્લભભાઈ આવે ત્યારે જ તે વિશ્વવિદ્યાલયના ટાવરને ચાવી આપતો અને સમય પણ મેળવી લેતો.
જેટલો વખત વલ્લભભાઈ ત્યાં રહ્યાં ત્યાં સુધીમાં કોઈ પણ દિવસ ટાવરની ઘડિયાળ વહેલી મોડી થયાની એક પણ ફરિયાદ વિશ્વવિદ્યાલયની ઑફિસમાં આવી નહોતી.
જુઓ નિયમિતતાનો જીવતોજાગતો નમૂનો !
એકાદશ ઇંદ્રિય રૂપી અશ્વ પોતાના કંટ્રોલમાં દોડે છે તે તો | પવનવેગે પ્રભુ સુધી પહોંચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152