________________
૧૧૨
અમૃત કળશ
આ જડ અને રૂપી તત્વથી જુદા સ્વભાવવાળું, જાણવા - દેખવાની શક્તિવાળું ચૈતન્ય તત્વ છે, જેને આત્મા, જીવાત્મા, પરમાત્મા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આવું ચૈતન્ય દરેક પ્રાણીમાત્રમાં રહેલું છે અને તેની સત્તાથી જ આ સમસ્ત વિશ્વમાં રમણીયતા વ્યાપેલી જોવામાં આવે છે. જોકે તેના ગુણોનો કોઈ પાર નથી. છતાં ટૂંકમાં તેને મહાત્માઓએ આવા મુખ્ય ગુણોવાળું કહ્યું છે :
સમતા, રમતા, ઊરઘતા, જ્ઞાયક્તા સુખભાસ;
વેદના ચૈતન્યતા, એ સબ જીવવિલાસ." જડ અને ચેતન - એમ આ બે પદાર્થો એકબીજાનું નિમિત્ત પામીને, પોતપોતાની યોગ્યતા મુજબ અનેક રીતે પરિણમી રહ્યા છે. જગતના વિવિધ પ્રકારના સૂક્ષ્મ કે ધૂળ જડ પદાર્થોનો સંયોગ પામીને જગતના જીવો તેમાં હર્ષ વિવાદની લાગણી તન્મયપણે અનુભવી રહ્યા છે અને આવા વિવિધ ભાવોને વિભાવ ભાવો કહે છે, જે જીવની સંસારી દશામાં નિરંતર નવા નવા થયા જ કરે છે અને જીવ આકુળતા અનુભવ્યા જ કરે છે.
આ સદીના પ્રારંભકાળની બિના.
તે સમયે અત્યાર જેવી શાળા-મહાશાળાઓને બદલે મોટા ભાગે તો વિદ્યાર્થીઓને ગુરુકુળમાં જ શિક્ષણ આપવામાં આવતું. આવા કોઈ • બાર સાંધે ને તેર તૂટે એવી દશામાં ના પડીશ. સઘળી ચિત્તની વૃત્તિઓને સામટી સમેટ પ્રભુચરણમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org