________________
૧૦૪
અમૃત કળશ
ઉત્પત્તિ, સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે નીચેની બાબતોને જીવનમાં વણી લેવી ઘટે :
(૧) સત્સંગ-આરાધન : નિયમિતપણે દૈનિક, અઠવાડિક, માસિક કે વાર્ષિક કક્ષાએ અખંડ નિષ્ઠાથી સત્સંગની આરાધના કરવી જોઈએ. વ્યક્તિગત સંજોગો પ્રમાણે તે સાધના સદ્ગુરુના સાન્નિધ્યમાં હો, જ્ઞાનીની સમીપમાં હો કે સત્સંગી-મુમુક્ષુઓના સંગમાં હો.
(૨) સત્શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ : આવાં શાસ્ત્રોમાં મુખ્યપણે સંસારભોગોની ક્ષણભંગુરતા અને તત્ત્વજ્ઞાન તથા સદાચારની ઉત્તમતાનું વર્ણન હોય છે. આવાં શાસ્ત્રોનું વાંચન, મનન, સ્મરણ, લેખન, પારાયણ, પ્રકાશન, અનુવાદ, બહુમાનપૂજા વગેરે વારંવાર કર્તવ્ય છે.
(૩) નિયમિત ભક્તિ-કર્તવ્ય : પ્રભુના અને સંતોના ગુણોનું, ચારિત્રનું, માહાત્મ્યનું શ્રવણ-કીર્તન-રટણ-સ્મરણ-પૂજન-અર્ચન વગેરે વિધવિધ પ્રકારે ભક્તિમાર્ગની આરાધના કરવાથી કોમળતા, વિનય, ગુણગ્રાહક્તા, ઉલ્લાસ, પ્રસન્નતા આદિ ગુણોનો આપણા જીવનમાં પ્રાદુર્ભાવ થાય છે.
(૪) વૈરાગ્ય વધારનારી ભાવનાઓનું ચિંતન : વૈરાગ્યને દૃઢ કરનારી અનેક ભાવનાઓ જ્ઞાની પુરુષોએ કહી છે. તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છે: (૧) સંસારની અનિયતા દર્શાવનાર - અનિયભાવના.
(૨) સંસારનું અશરણપણું દર્શાવનાર - અશરણભાવના.
(૩) સંસાર-પરિભ્રમણનું ચિંતવન કરી તેથી પાર ઊતરવા માટેની ભાવના તે સંસારભાવના.
તીર જેવા ન બનતાં તરાપા જેવા જ બનવું. બીજાને તારવાનું કામ કરનાર પોતે તો અવશ્ય તરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org