________________
૧૦ર
અમૃત કળશ
તેમનું ચરિત્ર લખી રહ્યો છું. તેને માટે ખૂબ જ શ્રમ, આત્મજાગૃનિ અને ત્યાગની જરૂર છે, તેમ જ લાંબા સમયની પણ જરૂર છે. માત્ર કાગળ ઉપર તેમના જીવનપ્રસંગોને લખીને મને સંતોષ થાય તેમ નથી. આ કાળે તેમના જીવનને અનુસરી તેમનું કાર્ય આગળ ધપાવનારની વધારે જરૂર છે. માત્ર તેમના સિદ્ધાંતોનું તો તારટણ કરનારા વાચાળ પુરૂષો દ્વારા તેમના જીવનનું સાચું સ્મારક ક્યાંથી થાય? જુઓ સાચા શિષ્યની દૃષ્ટિ!
દેહ, સંસાર અને ભોગ પ્રત્યે આસક્તિ ઘટે તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટયો કહેવાય. સંસાર-પરિભ્રમણનો મુખ્ય હેતુ રાગ છે અને જેથી જેનો જેટલો રાગ ઘટયો હોય તે તેટલા પ્રમાણમાં સંસારથી મુક્ત થઈ શકે. હા, એ જરૂરી છે કે વૈરાગ્યની સાથે સાથે સત્ય તત્ત્વજ્ઞાનની સાધના પણ હોવી જોઈએ કે જેથી વૈરાગ્ય પરમાર્થ-પ્રાપ્તિનું કારણ બને.
- વૈરાગ્યના પ્રકારો વૈરાગ્યના અનેક પ્રકારોમાં, વૈરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણોની દૃષ્ટિએ દુ:ખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મુખ્ય છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય - જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આ જમાનામાં દુર્લભ છે. ઘણું કરીને આવો વૈરાગ્ય યુવાવસ્થાને આંગણે ઊભેલા કે યુવાવસ્થામાં પ્રવેશેલા મનુષ્યને
સ્વજન કહે તે દુઃખકર લાગે તો પણ તેમાં રહેલાં પોતાના હિતઅર્થે અવશ્ય સ્વીકારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org