________________
૧૦૦
અમૃત કળશ
જીવનમાં પ્રગટ્યો છે તેવા પુરુષનો સમાગમ થાય અને સાધક નિખાલસ હૃદયથી તે ગુણનું અવલોકન કરે, તેના જીવનના દૈનિક પ્રસંગોમાં તે કઈ રીતે વર્તી રહ્યો છે તેની ઓળખાણ કરે અને જો તેના ચિત્તમાં તે ગુણ પ્રત્યે સાચી રુચિ જાગે તો સાધક તે પુરુષના તે ગુણને પ્રગટાવવાની પ્રક્રિયામાં લાગી જાય છે. જોકે મહાન ગુણોને પ્રગટાવવા માટે દીર્ધકાળ સુધી સમગ્-અભ્યાસરૂપી પુરુષાર્થ કરવો પડે છે, પણ દૃઢ નિશ્ચય, સાચી લગન, અંતરંગ રુચિ, અને અવિરત ઉદ્યમથી તે ગુણ પ્રગટી શકે છે.
સ
૬૯
સુકૃત અનુમોદનાથી ગુણપ્રાગટયની પ્રાથમિક ભૂમિકામાં ઘણો વેગ મળે છે. પ્રથમ ભૂમિકામાં જે ગુણો પ્રત્યે આપણને આકર્ષણ હોતું નથી તે સમય દરમિયાન જો સુકૃત અનુમોદના વારંવાર કરવામાં આવે તો તે ગુણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને રૂચિ હોય તો તે રુચિ ઢ થઈ વિકાસ પામે છે. જ્યાં દૃઢ ગુણરૂચિ ઊપજે ત્યાં પછી તે ગુણનો વિકાસ થવામાં સમય અને સત્સમાગમની જ મુખ્ય આવશ્યક્તા રહે છે. થોડા કાળમાં તો તે ગુણ આપણા જીવનમાં સ્પષ્ટરૂપે પ્રગટી જાય છે.
Jain Education International
જ્યારે જ્યારે ગુણવાન પુરુષોનો ભેટો થાય ત્યારે ત્યારે તે તે પુરુષોના ગુણાનુવાદ કરીને દરેક રીતે તેમનું સન્માન કરવું જોઈએ. તેઓ દૂર રહેતા હોય તો કાગળ કે તાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તનથી તેમની સેવા કરવી, ઉત્તમ ઉત્સાહપ્રેરક વચનોથી સુંદર યથાયોગ્ય સ્તુતિ કરી તેમને હર્ષ ઊપજે તેમ કરવું, પુરસ્કાર અને સન્માન વડે પોતાના • સવિચાર કરનારનું જ જીવન સદાચારવાળું હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org