________________
૯૮
અમૃત કળશ
પણ બને છે કે કેટલાક ગૃહસ્થ-સાધકો સારી એકાંત-સાધના કરે છે અને કોઈક આચાર્યના સાનિધ્યમાં ઘણા ત્યાગી સાધકો સામૂહિક સાધનામાં આગળ વધે છે તો પણ અધ્યાત્મજીવનની ચરમ સીમા સમાન મૌન, એકાંતવાસ અને ધ્યાનની ઉચ્ચ ભૂમિકાઓ માટે ત્યાગી જીવન ઘણું જ વધારે ઉપકારી બની શકે છે, એ હકીકત બધા મહાપુરુષોએ સ્વીકારી છે.
સમૂહસાધનામાં પ્રવચન -સત્સંગ-કીર્તન-ધૂન-ભજન શાસ્ત્રોનું પારાયણ-પ્રાર્થના તીર્થયાત્રા અને સામૂહિક વ્રત-ઉપવાસ વગેરેની મુખ્યતા છે. ઉત્તમ સંતોનાં પ્રવચન-સત્સંગમાં હજારો મનુષ્યો એકસાથે ભાવવિભોર થઈ પરમાત્માના ગુણાનુવાદમાં તલ્લીન થઈ હર્ષાશ્રુ, રોમાંચ, કંટાવરોધ, સ્તબ્ધતા આદિનો અનુભવ કરી પોતાની સાત્વિક્તામાં વધારો કરે છે. સુંદર ભાવવાહી ધૂન-ભજન કે પ્રાર્થનામાં એકાગ્રતાની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. વ્રત-ઉપવાસ વગેરેના સામૂહિક ગ્રહણમાં અન્ય ઊંચી કક્ષાના સાધકોને જોઈને આપણને ખૂબ પ્રેરણાબળની પ્રાપ્તિ થાય છે, તથા ધર્મ-આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધી જાય છે અને આમ; ગુણપ્રમોદ, વાત્સલ્ય, ગુણગ્રહણ, વિનય, સુકૃત અનુમોદના આદિ અનેક ગુણોનો આપણામાં વિકાસ થાય છે.
પરમાર્થની સાધનામાં તો સંયમપાલનની આવશ્યક્તા એટલી મૂળભૂત ગણવામાં આવી છે કે મારા પ્રથમ થમ અથવા ચારિત્રે ઉલ્લુ
અન્યના દુ:ખના શમન અર્થે પોતાનાં દુ:ખને તો તદન વિસરી જ જવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org