________________
૧૦૮
યોગ્ય વિશિષ્ટ જ્ઞાનષ્ટિ) વિના તેમના પોપટિયા જ્ઞાનનો તેમના જીવન સાથે જાણે કાંઈ જ તાલમેલ (સંબંધ) હોતો નથી અને તેથી તેમનું તે જ્ઞાન (!) તેમને પરમાર્થ માર્ગથી ખૂબ ખૂબ દૂર જ રાખે છે. આથી જ મહાજ્ઞાનીઓએ કહ્યું છે :
(i) આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. (ii) જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગુરુ સુખદ અને સુખખાણ.
g
૭૮
અમૃત કળશ
લગભગ અઢાર વર્ષ પહેલાંની વાત. મુંબઈમાં લાખો રૂપિયાની વાર્ષિક આવકવાળા એક વેપારીને તેમના એક મિત્રે એક પુસ્તક વાંચવા માટે આપ્યું : આ વેપારીએ પ્રથમ તેનું સામાન્ય અવલોકન કર્યું, પણ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ જાણે કે તેમના હૃદયને તે વેધક વચનો સ્પર્શી ગયાં. પોતે સંગીતના ખૂબ શોખીન હતા અને અનેક પ્રકારના રાગરંગમાં ડૂબેલા હતા. થોડા જ વખતમાં આ પુસ્તકના વાચનની અસરથી તેઓએ બધી પ્રવૃત્તિ સંકેલી દેવલાલી (નાસિક રોડ પાસે, મહારાષ્ટ્ર)માં એક સુંદર આશ્રમ બનાવી, બહ્મચર્યવ્રત ગ્રહણ કરી, ભક્તિમય સાદું જીવન અંગીકાર કર્યું.
Jain Education International
આ વેપારી તે બીજા કોઈ નહિ પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, દેવીલાલીના મુખ્ય ટ્રસ્ટી આત્માર્થી શ્રી જયસિંગભાઈ, અને આ પુસ્તક ષટ્ચકભેદી સપ્તમ સ્થાને પહોંચે છે તે હરીવરના ચરણમાં જ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org