________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧
પ્રતિકાર કરીને જ્ઞાનની આરાધના કરવી પડશે. આવી જ્ઞાન-આરાધનામાં રસ કેળવવા માટે પ્રથમ ભૂમિકામાં સત્સંગની ટેવ પાડવાની છે. અને પછી પોતે જ અર્ધા કલાકથી માંડીને ત્રણ કલાક સુધીના વ્યક્તિગત સ્વાધ્યાયનો નિયમ લેવાનો છે. નીતિમત્તાનાં, પુરુષોનાં નિર્મળ ચરિત્રોનાં અને તત્ત્વનું પરિજ્ઞાન કરાવનારા પૂર્વાચાર્યોનાં કે સંતોનાં ઉત્તમ વચનોનું સાપેક્ષ ષ્ટિથી આત્મકલ્યાણ અર્થે વાંચન, વિચાર, લેખન અને સ્મરણ કરવાનું છે. જેમ જેમ અનુભવી સંતોનાં વચનો સાધકને ખરેખર સમજાતાં જાય છે. તેમ તેમ અપૂર્વ ઉલ્લાસ વધતો જાય છે અને આત્મવિકાસના પંથે આગળ વધવાનું બને છે, જેના પરિણામે બુદ્ધિ વધે છે, દુર્ગુણો ઘટે છે. નિ:શંકતા આવે છે અને સર્વતોમુખી આત્મસાધના બને છે. સ્વાધ્યાયની આ સાધનાની સાથે સાથે ભક્તિની આરાધના માટે પરમાત્માની શ્રવણ, સ્મરણ કે પૂજનકીર્તનરૂપી ભક્તિનો પણ અર્ધા કે એક કલાકનો નિયમ લેવો જરૂરી છે. આમા કરવાથી પરમાત્મા તથા સરના ગુણોનું આપણા જીવનમાં મહામ્ય ઊગી નીકળે છે અને સહેજે સહેજે વિનયની આરાધના બનતી જાય છે.
અમેરિકાના પ્રથમ પ્રમુખ જૉર્જ વોશિંગ્ટને પોતાના દેશ માટે જીવન સમર્પણ કર્યું હતું અને તેના મુખ્ય સેનાપતિપદે રહ્યા પછી સૌએ તેમને પોતાના દેશના પ્રથમ પ્રમુખ નીમીને તેમનું યોગ્ય બહુમાન પણ કર્યું હતું.
દેશને વ્યવસ્થિત કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારી હતી અને એક સાધારણ બંગલામાં રહી સાદાઈ, સુખ અને શાંતિપૂર્વક • અક્ષમા એ અજ્ઞાનનું પાસું છે અને ક્ષમા એ જ્ઞાનનું પાસું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org