________________
૯૨
અમૃત કળશ
પોતાનું જીવન પ્રભુસ્મરણમાં ગાળ્યું હતું. જોકે તેઓએ સેનાપતિપદની ફરજ નિભાવવા અનેક યુદ્ધો કર્યા હતાં છતાં તેમના હૃદયમાં કોઈ પણ મનુષ્ય પ્રત્યે જરા પણ દ્વેષ નહોતો. તેઓ એક મહાન સદાચારી, વિશાળ હૃદયવાળા, સન્માર્ગે ચાલનારા, સ્વદેશભક્ત, સ્વાર્થરહિત અને ઈશ્વર પર દઢ વિશ્વાસ રાખનારા પુરુષ હતા. તેમણે પોતાના જીવન વડે જ અનેક દેશવાસીઓને સત્યમ શિવમ્ સુંદરમનો ઉપદેશ આપ્યો હતો.
૫૮
“શુદ્ધ હૃદય, શુદ્ધ અંત:કરણ ઠંડો દિમાગ, ઈશ્વરનું નિયમિત ધ્યાન, કામોત્તેજક ઈન્દ્રિયસુખોનો ત્યાગ, મદિરા-ધૂમ્રપાન અને મસાલાનો ત્યાગ, સર્વથા શાકાહારી ભોજન, સર્વ માનવ બંધુઓ પર પ્રેમ.
વર્તમાનમાં આપણા દેશવાસીઓ જો ગાંધીજીના માર્ગે ચાલવાની ભાવના રાખતા હોય અથવા જો તેમનું શિષ્યત્વ સ્વીકારતા હોય તો આમાંનું તેત્રીસ ટકા (પાસ કલાસ) પણ આચારવાથી આપણું જીવન મહાન, સફળ અને શાંતિમય બની જાય.
પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો તો ઉઘાડી આંખે અત્યારે પણ જોઈ શકાય છે. પશુગતિમાં મુખ્યપણે બંધન છે, પરાધીનતા છે. આહારપાણી પોતાનો માલિક આપે તો જ અને તેટલાં જ મળે છે. જેટલા પ્રમાણમાં જેવો આહાર જે સમયે મળે તેટલા પ્રમાણમાં તેવો આહાર • ક્ષમાને નામે કાયરતા ન પોષાવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org