________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૯૫
કલાકમાં હજમ થઈ જવાથી પેટ ભારે રહેતું નથી અને તેથી આળસ ઉત્પન્ન થતી નથી. આવા અનેક ફાયદા હોવાથી આવી વાનગીઓવાળો આહાર લેનારને મિતાહારીપણું સહેલાઈથી જળવાય છે.
આહારની અતિમાત્રાથી (આહાર વધારે લેવાથી) સામાન્ય તંદુરસ્તી પણ બગડે છે અને બ્રહ્મચર્યાદિના પાલનમાં મુશ્કેલી નડવી સંભવે છે. માટે જેને ગરિષ્ટ-આહાર કહેવામાં આવે છે તેવો ભારે આહાર ન લેવો તે બ્રહ્મચર્યાદિની સાધનામાં ઉપકારી છે. જે આહારથી રાજસિક અને તામસિક વૃત્તિઓ ઉત્તેજિત થાય તેવો બિન-શાકાહારી (NonVegetarian) આહાર તથા ડુંગળી, લસણ, અજાણ્યાં ફળ વગેરે સાધકે સંપૂર્ણપણે તજી દેવાં જરૂરી છે.
મિતાહારનો મહિમા (૧) આહાર-વિહારમાં નિયમિત પુરુષને મનોજ કરવામાં સરળતા
પડે છે. (૨) જે મિતાહારી છે તેને યોગની સાધનાથી સર્વ દુઃખોનો નાશ થાય છે. (૩) ઉણોદરી તપ, સ્વાધ્યાય-બાન-મંત્રજાપ આદિમાં મહાન ઉપકારી
આહાર, આસન અને નિદ્રાનો જય કરી, શ્રી ગુરુથી આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્માનું ધ્યાન કરો. શુદ્ધ હૃદયથી અપરાધનો એકરાર, ફરી ભૂલ ન કરવાની દઢ પ્રતિજ્ઞા અધમને પણ મહામાનવ બનાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org