________________
હo
અમૃત કળશ
એક વખત કોઈ માણસે મોટું પાપ કર્યું પણ પાછળથી તેને ખૂબ પસ્તાવો થયો. મિત્રોએ તેને સલાહ આપી કે તું કબીરજીની પાસે જઈ પ્રાયશ્ચિત્ત લે. પેલો માણસ કબીરજીને ધર આવ્યો પણ તેઓ બહાર ગયા હતા. તે માણસે કબીરજીનાં ધર્મપત્નીને સઘળી હકીકત જણાવી. કબીરજીનાં ધર્મપત્નીએ તે માણસને ખૂબ ભાવથી પ્રભુનું નામ-સ્મરણ ત્રણ વાર કરવા જણાવ્યું. પેલા માણસને તેમ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટયો.
આ વાત કબીરજીના જાણવામાં આવી. તેઓએ ધર્મપત્નીને પૂછ્યું : શા માટે તે પ્રભુનું નામ ત્રણ વાર લેવાનું કહ્યું ? શું એક જ વારના સાચા નામસ્મરણથી પ્રભુપ્રેમ ન પ્રગટી શકે ?
ધર્મપત્નીએ જવાબ આપ્યો : મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે પ્રભુનું નામસ્મરણ લેવાય તે માટે મેં ત્રણ વાર પ્રભુનું નામસ્મરણ કરવા જણાવ્યું હતું
ધર્મપત્નીની આવી વિશિષ્ટ યુક્તિવાળી દૃષ્ટિથી કબીરજી પ્રસન્ન થયા અને તેમને ધન્યવાદ આપ્યા.
જ્ઞાનની આરાધના તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સાધકે આળસ, અનારોગ્ય, અભિમાન અને આસક્તિનાં કારણોનો બળપૂર્વક
મનુષ્ય ઇમાનદાર અને સજજન પ્રથમ બનવાનું છે. વિદ્વાન અને ધનવાન પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org