________________
અમૃત કળશ
તો તેના બીજા ગુણોનું જ્ઞાન થઈ શકશે નહિ, અને જે જ્ઞાન સર્વતોમુખી નથી તે જ્ઞાન અપૂર્ણ હોવાથી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારવો યોગ્ય છે.
આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે સાપેક્ષદૃષ્ટિને વરેલા જ છીએ. આપણે એકની એક જ વ્યક્તિ હોવા છતાં કોઈના પુત્ર, કોઈના પિતા, કોઈના પતિ, કોઈના કાકા, કોઈના મામા, કોઈના શેઠ કે કોઈના નોકર છીએ. કોઈથી ગોરા, કાળા, ઊંચા, ઠીંગણા, હોશિયાર કે મૂર્ખ પણ છીએ.
આત્માનું સ્વરૂપ એકાંતે શુદ્ધ, અશુદ્ધ, નિત્ય કે અનિત્ય માનવાથી યથાર્થપણે મોક્ષમાર્ગની વ્યવસ્થા અને સાધના બની શકતી નથી. જો આત્મા સર્વથા શુદ્ધ હોય તો સાધના દ્વારા તેની શુદ્ધિનો પુરુષાર્થ કરવો ઘટતો નથી અને જો આત્મા એકાંતે અશુદ્ધ સ્વભાવવાળો હોય તો તે કદાપિ શુદ્ધ થઈ શકે નહિ, કારણ કે વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ બદલે તે સંભવતું નથી. વળી આ જ સાપેક્ષતાનો સિદ્ધાંત મોક્ષમાર્ગની સાધનામાં પણ અતિશય ઉપયોગી છે. કેટલાક દર્શનકારો માત્ર જ્ઞાન વડે જ પૂર્ણ મોક્ષ માને છે, પણ એકાંત જ્ઞાનથી જો મોક્ષ માનીએ તો સદાચાર, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ નિરર્થક ઠરશે. વળી જો માત્ર આચારથી જ મોક્ષ માનીએ તો સંયમ, તપ, ત્યાગાદિના યથાર્થ જાણપણા વિના તેમનું ગ્રહણ કેવી રીતે બની શકે ?
તેજ એટલે ચામડીનો ચળકાટ નહીં પણ અંતરનું ઓજસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org