________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૮૭
(૪) ધર્મકરણીથી આ લોકની કે પરલોકની સુખસામગ્રીની પ્રાપ્તિમાં
રોકાય તે. (૫) હિંસાના ભાવ કરી તેમાં સુખ માને છે. (૬) ચોરી કરીને તેમાં સુખ માને છે. (૭) અસત્ય બોલી તેમાં સુખ માને છે. (૮) વિષયભોગની સામગ્રીના સંરક્ષણમાં ચિત્ત લગાવી રાખે છે.
જ્યાં કોલાહલ ન હોય એવી એકાંત શાંત તપોભૂમિમાં ધ્યાન કરવું વધારે હિતાવહ છે. આહારાદિમાં નિયમિતતા અને બ્રહ્મચર્યપાલનમાં પ્રીતિ હોય તેવા સાધકને આસનની સિદ્ધિ જલદીથી થઈ શકે છે. જ્યારે આસનસ્થિરતા એક કલાકની સહેલાઈથી થઈ શકે ત્યારે ધ્યાનમાં પણ વિશેષ એકાગ્રતા આવી શકે છે અને નિદ્રા અને અર્ધનિદ્રરૂપ પ્રમાદ(તંદ્રા)નો જ્ય થઈ શકે છે.
જગતની દરેક વસ્તુઓમાં અનેક ગુણો દેખાય છે અને તેથી વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે દરેક ગુણોને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ આપણે કેળવવી પડશે. જો આપણે વસ્તુને એક કે બે ગુણો વડે જાણીશું • આપણે કોઈના દોષ જોવા જન્મ્યા છીએ કે પછી પ્રભુના ગુણોનું ગાન-ધ્યાન કરવા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org