________________
૭૮
અમૃત કળશ
પૂર્ણ આત્મજાગૃતિની દશા તે તો મુનિદશા છે. આ અવસ્થામાં અહિંસા, સત્ય આદિ મહાન વ્રતોનું પાલન તો છે જ પણ તે ઉપરાંત દુનિયાના બધાય પદાર્થોના આલંબન અને મમતાથી રહિત થઈ, સર્વ ચિંતાઓથી મુક્ત થઈ જ્ઞાન અને ધ્યાનથી સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર ઉદ્યમ કરવામાં આવે છે. સમતાનો વિશિષ્ટ વિકાસ થયો હોવાથી અને સબ ભૂમિ ગોપાલકી એ વાત અંતરમાં વસી હોવાથી તેઓ અમુક જ જગ્યાએ રહીને સાધના કરવી તેવા પ્રતિબંધને સ્વીકારતા નથી. આનાથી પણ આગળ જઈને, જેની પ્રાપ્તિ માટે વર્તમાનમાં કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેવું પૂર્વપ્રારબ્ધથી મળેલું જે આ શરીર, તેની મમતાનો પણ ત્યાગ કરી આત્મજાગૃતિના સતત અને ઘનિષ્ઠ અભ્યાસ દ્વારા મુનિજનો એક એવી અલખ જગાવે છે, કે જેથી વર્તમાન જીવન આત્માના આનંદથી તરબોળ થઈ જાય છે, આજુબાજુ પણ પરમ શાંતિ, શીતળતા અને પવિત્રતાનું વાતાવરણ બની જાય છે અને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રભાષામાં આવી દશાને અભણ જ્ઞાનોપયોગ, અપ્રમત્ત સંયમ, સહજસમાધિની દશા અથવા સ્થિતપ્રજ્ઞતા કહે છે.
પારમાર્થિક કરૂણા તો આત્મજ્ઞ સંતોમાં અને સાચા મુનિજનોમાં પ્રગટે છે. તે આ પ્રકારે કે જગતના જીવો પોતાનું સાચું સ્વરૂપ નહિ જાણવાથી વિવિધ પ્રકારનો બંધ કરનારાં કર્મોમાં પ્રવર્તે છે અને તે કર્મોના ઉદયને વશ થઈ આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ, રોગ, અપમાન, તાડન, • જીવનને સદ્ગણી ફૂલવાડી બનાવનારને તેની સુગંધનો લાભ
સૌથી વધારે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org