________________
અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
પૂર્ણ અથવા પ્રમાણજ્ઞાન થવા માટે બધા ષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ અને જે સમયે જે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવવાથી આત્મશુદ્ધિ વધે તે સમયે તે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવી બીજા ષ્ટિકોણથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગૌણ કરવું જોઈએ. આમ મુખ્ય અને ગૌણ એમ યથાયોગ્ય દૃષ્ટિકોણને નહિ અપનાવીએ તો જ્ઞાન એકાંગી રહેશે અને તેથી અપૂર્ણ રહેશે. માટે જે સાધકો આત્મશ્રેય અને પૂર્ણ જ્ઞાનને ઈચ્છે છે તે વસ્તુસ્વરૂપને સમજવા માટે સાપેક્ષ ષ્ટિકોણને અપનાવે.
ખુદીરામ નામનો એક ન્યાયપ્રિય અને સત્યપરાયણ માણસ રહેતો હતો. જમીનદારે વિચાર્યું કે જો આ માણસ પોતાના સાક્ષી તરીકે આવે તો તુરત જ કામ પતી જાય. આથી જમીનદારે ખુદીરામને ત્યાં જઈને તેને કહ્યું : અરે ખુદીરામ ! એક વાતની સાક્ષી આપવાની છે. તે આપવા આવીશ ને ? ખુદીરામ કહે : સાચી સાક્ષી આપવા હમેશાં તૈયાર જ છું. જમીનદાર કહે : હું કહું તે પ્રમાણે જ તારે તો કોર્ટમાં કહેવાનું છે.' આ વાત સાંભળી ખુદીરામે સાક્ષી આપવાની વાત સ્વીકારી નહિ.
બસ ! ખુદીરામ ઉપર પણ હવે તો જમીનદાર ખફા થઈ ગયો. છ-બાર મહિનામાં તો તેની ૧૫૦ વીધાં જેટલી જમીન ઝુંટવી લીધી અને ઘર પણ હરાજ કરી દીધું. ખુદીરામને પોતાનું વતન છોડી કામારપુકુર નામના ગામમાં રહેવાની ફરજ પડી. સત્યને વળગી રહેવાથી જમીન, આબરૂ, ઘર, પૈસો અને વતન બધું ખુદીરામને છોડવું પડયું. તેના હૃદયમાંથી સંસાર પ્રત્યેની પ્રીતિ ઊડી જવા લાગી, ધર્મસંસ્કારો ઊગવા માંડયા અને ભક્તિપરાયણ સાદું જીવન તે વિતાવવા લાગ્યો. • અનન સહિષ્ણુતા એટલે જ ક્ષમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org