________________
અમૃત કળશ
૪૧
આ બાજુ થોડી વારમાં દ્વારકાદાસજી જ્યાં સૂતા હતા ત્યાં વાધણ આવી તેથી પેલા તે અમલદારે તેને મારવા બંદૂક તાકી કે તુરત દ્વારકાદાસે માંચડા પર બેઠેલા તે અમલદારને ઈશારાથી તેમ ન કરવા કહ્યું. આ બાજુ પેલી વાધણ શ્રી દ્વારકાદાસ સૂતા હતા ત્યાં આવી, તેમને સૂંધીને પાછી ઝાડીમાં ચાલી ગઈ. માંચડા પર બેઠેલા અંગ્રેજ અમલદારનો જીવ આ દશ્ય જોઈ તાળવે ચોંટી ગયો. તેણે નીચે આવી દ્વારકાદાસને પૂછ્યું : 'મહારાજ ! પેલી વાધાણે તમને કેમ ન માર્યા ? મહારાજ કહે : 'ભાઈ, હું કદી કોઈને મારવાનો ભાવ પણ કરતો નથી. તો અન્ય મને કેવી રીતે મારે? - સંતના સાનિધ્યમાં હિંસક કૂર પશુઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે તે આનું નામ !
પરમાર્થસત્યની પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે એક ખાસ વિચારણીય મુદો આ તબકકે લક્ષમાં રાખવો હિતાવહ છે કે સાપેક્ષષ્ટિ વડે પૂર્ણ સત્યની ઉપલબ્ધિ થાય છે. કારણ તે દરેક પદાર્થ અનેક ધર્માત્મક (ગુણાત્મક) છે અને જે જે દૃષ્ટિકોણ (facet, point of view)થી વિચારીએ તે તે દૃષ્ટિબિંદુથી તેનું તેટલું જ્ઞાન થાય છે. દષ્ટાંતરૂપે, હાથીને ભીંત જેવો કહેવો, સાંબેલા જેવો કહેવો, થાંભલા જેવો કહેવો, દોરડા જેવો કહેવો કે સૂપડા જેવો કહેવો તે તેની પીઠની દૃષ્ટિએ, સૂંઢની દ્રષ્ટિએ, પગની દ્રષ્ટિએ, પૂંછડીની દ્રષ્ટિએ અને કાનની દૃષ્ટિએ અનુક્રમે સત્ય છે. પરંતુ તેને એક જ રૂપે કહેવો તે એકાંગી જ્ઞાન હોવાથી અપૂર્ણ જ્ઞાન છે. આમ સવે વસ્તુના જ્ઞાનનું સમજવું. - અન્યનું દોષ દર્શન એતો મહાપામર જીવોનું કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org